
૧૯૯૫ અને ૨૦૦૦ના વર્ષમાં બ્રિટને ૨૩,૯૩૦ પક્ષીઓની આયાત કરી હતી. બ્રિટન જે દેશોમાંથી પક્ષીઓની આયાત કરે છે તેમાં ભારત, ચીન અને આફ્રિકાના દેશો મુખ્ય છે.
એક અંદાજ પ્રમાણે વિશ્વમાં પક્ષીઓની ૧૨૦૦ કરતાં પણ વધુ પ્રજાતિ છે. દુ:ખદ વાત એ છે કે દિવસે ને દિવસે પક્ષીઓનો શિકાર વધતાં તેમની સંખ્યા પણ ઘટવા માંડી છે. ૧૨૦૦માંથી ૩૦૦ પ્રજાતિઓનો ગેરકાયદેસર વેપાર થાય છે. પક્ષી પાળવાના શોખીનો પણ વિશ્વમાં મોટી સંખ્યામાં છે. તો અન્ય લોકો પક્ષીઓનાં માંસની લજિજત માણે છે.
એમાંય ખાસ કરીને સ્વાદ માટે મરઘી, બતક, મોર, પોપટ અને સારસનો શિકાર વધુ પ્રમાણમાં થાય છે. તો વળી, કેટલાક લોકો અવનવા પ્રયોગ કરવા માટે કે દવા બનાવવા માટે પક્ષીઓનો ઉપયોગ કરે છે. આ બધા કારણોસર દર વર્ષે અસંખ્ય પક્ષીઓનો સંહાર થાય છે.